સત્ય અસત્ય - પ્રકરણ - 14

(1.1k)
  • 60.9k
  • 38
  • 43k

રવિન્દ્રભાઈના મૃત્યુ પછી ઠક્કર સાહેબે ફરી એક વાર આ કુટુંબને આધાર આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. સતત આ કુટુંબનું ભલું કરતા રહેલા માણસની દીકરી આ ઘરમાં વહુ થઈને આવે તો મિત્રતાના સંબંધો વધુ ગાઢ બને એવી એમની તીવ્ર ઈચ્છા આજે પૂરી થઇ જશે એવી સોનાલીબહેનને ખાતરી હતી. એમણે ઈશ્વર સામે હાથ જોડીને મનોમન પ્રિયંકા સાથેનો સંબંધ તૂટ્યો એ બદલે આભાર પણ માની લીધો. સત્યજીત આ બધી ધમાલમાં વહેલી સવારથી બહાર નીકળી ગયો હતો. દિવસ દરમિયાન સત્યજીત કોઈ કામમાં મન પરોવી શક્યો નહીં. એના મનમાં રહી રહીને પ્રિયંકાના વિચારો આવતા રહ્યા. માની ઈચ્છા પૂરી કરવા માટે અમોલા સાથે લગ્ન કરીને જાતને અને એ છોકરીને છેતરવાની એની હિંમત નહોતી.