જે જગ્યાએ ડેની પટકાયો હતો ત્યાં રતનસિંહ ગયો. ત્યાં એક ચોરસ આકારનો જમીનથી સહેજ ઉપસી આવેલો પથ્થર હતો. ધ્યાનથી જોતાં જ તે વિશે કોઈને ખબર પડે તેમ હતું. હવે રતનસિંહ કંઈક સમજી રહ્યો હતો. રતનસિંહ તે જગ્યાએ ઊભો રહ્યો અને ફરી દરવાજો ડાબી તરફ થોડો ખૂલ્યો. પરંતુ તેમ છતાંય તે એટલો પણ નહોતો ખૂલ્યો કે કોઈ તેમાંથી પસાર થઈ શકે. “આપણી આસપાસ બધી જગ્યાએ તપાસ કરો. હજુ આવી ચોરસ જગ્યાઓ હશે.” રતનસિંહે કહ્યું.