નયન કરાવે નાચ તો સમણા કરે ચતુરાઈ , ભર ઊંઘમાં આવી કરે નિત નવી બેવફાઈ.

(15)
  • 3.7k
  • 12
  • 1k

' આરવ કાલે રાત્રે તારો ફોન કેમ બિઝી આવતો હતો ? ' ' એ તો હું મારા એક ફ્રેન્ડ સાથે વાત કરતો હતો.' આરવે જવાબ આપતા કહ્યું. ' ફ્રેન્ડ સાથે આટલી લાંબી વાતચીત ? ' નેહા સહેજ ગુસ્સા સાથે બોલી. ' હા, એમાં શું થઈ ગયું ? ' નેહાને હવે વધુ દલીલો કરવું યોગ્ય ન લાગ્યું.તેથી તે શાંત પડી ગઈ. આરવ તેનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો.તેથી તેની દરેક જીદ તેનાં પિતા પૂરી કરી આપે.તેનાં પિતા પોતાના લાડકવાયા દિકરાને કોઈ વસ્તુની કમી રહેવા દેતા નહીં.તે કૉલેજમાં આવતાં તેનાં માટે ચમકાર મારતું નવું બાઈક લાવી આપ્યું. આરવ દેખાવમાં પણ એવો સોહામણો હતો