રેડલાઇટ બંગલો ૨૪

(454)
  • 14.5k
  • 11
  • 9.5k

અરે! એના માટે ગ્રાહક પાસે જવાની જરૂર નથી. હું તને આપી દઉં છું. અને મા આવે તો મારી સાથે મુલાકાત જરૂર કરાવજે. રાજીબહેને બાજુમાં પડેલું પર્સ ખોલતાં કહ્યું. મેમ, રહેવા દો. અર્પિતાએ ઊભા થઇ તેમના હાથ પર હાથ મૂકી પૈસા કાઢતા અટકાવ્યા. તેને રાજીબહેનની ત્વચા આ ઉંમરે પણ પોતાનાથી નાજુક લાગી. પછી બોલી: હું ઉધાર-ઉછીના લેવા માગતી નથી. આમ પણ તમે મારા પર ઘણો ખર્ચ કરી ચૂક્યા છો. તું નાહકની ચિંતા કરે છે. પૈસા રાખી લે... તેમણે ફરી પર્સમાં હાથ નાખ્યો. ના મેમ, મારે મારા હકના પૈસા માને આપવા છે. અર્પિતા દ્રઢ આત્મવિશ્વાસ સાથે બોલી. જબરી ખુદ્દાર છે તું... કહી તે હસ્યા. પણ હું પછીથી એટલી જ ગદ્દાર લાગીશ એ તું ક્યાં જાણે છે નીચ બાઇ! એમ મનમાં બબડીને અર્પિતા ઊભી થઇ અને બોલી: હું તમારી ચિઠ્ઠીની રાહ જોઇશ.