મોનિકા 3

(130)
  • 14.7k
  • 9
  • 9.7k

થોડી દલીલો પછી સસરાજી બળવંતભાઇ હારી રહ્યા હતા એટલે મોનિકાએ દિયર રેવાનને વચ્ચે પાડ્યો. હવે રેવાન જ તેમનો સહારો હતો. રેવાનભાઇ, હવે તમે જ તમારા મોટાભાઇને સમજાવો. લગ્નના ત્રીજા દિવસે કોઇ પત્નીને ઘરે છોડીને એકલા ફરવા જઇ શકે ભાભી, ભાઇ ફરવા નથી જવાના. કંપનીના કામથી જવાના છે. એમની વર્ષોની નોકરીમાં આવું ઘણી વખત થયું છે. મને લાગે છે કે એમણે જવું જોઇએ. વર્ષોથી તે પ્રમોશનની તકની રાહ જોઇને બેઠા છે. રેવાને અવિનાશની તરફેણ કરી એ જોઇ મોનિકા ચોંકી ગઇ. તેમનો લાડકો દિયર તેમની જ વિરુધ્ધમાં જઇ રહ્યો હતો. એનું શું કારણ હશે રેવાનભાઇ, તમે પણ એમની ગાડીમાં બેસી ગયા મારી લાગણીની કોઇને દરકાર જ નથી... મોનિકા રડું રડું થઇ ગઇ.