બાજીગર - 8

(152)
  • 10.6k
  • 5
  • 5.8k

સવારના સાડાસાત વાગ્યા હતા. અતુલ હજુ હમણાં જ ઉઠ્યો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. ‘હલ્લો...અતુલ સ્પીકિંગ...!’ એણે આગળ વધી રિસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું. ‘અતુલ...હું અનુપ બોલું છું...આર્ટિસ્ટ અનુપ રાણા...’ સામે છેડેથી ઉત્સાહભર્યો અવાજ તેને સંભળાયો. ‘અરે..અનુપ...કેમ છે દોસ્ત...? કહેતાં કહેતાં અતુલના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. ‘મજામાં છું ...!’ ‘ક્યાંથી બોલે છે ?’ ‘આ શહેરમાંથી જ...!’ ‘શું તું વિશાળગઢ આવ્યો છે...?’ ‘હા, દોસ્ત...હોટલમાં ઉતર્યો છું...!’ ‘આ તો બહુ ખોટું કહેવાય અનુપ...!’ અતુલના અવાજમાં નારાજગીનો સુર હતો.