ટૂંકી વાર્તા :- ઓવરટેકિંગરમવાનું સાથે , હસવાનું સાથે , ફરવાનું પણ સાથે ..બસ થોડા વિચારો અલગ હતા . લલિત અને મોહિત બંને નાનપણ થી સાથે ભણ્યા અને ગ્રેજુયેશન પણ સાથે પતાવ્યું ..તે બંને ના જીવન મા કોઈક જ એવી વાત હશે જેનાથી તે બે પરિચિત ના હોય . નહીંતર જ્યારથી તે સ્કૂલ મા દાખલ થયા ત્યારથી તો ગ્રેજુયેશન પતાવ્યું ત્યા સુધી સાથે જ એટલે સ્વાભાવિક પણે તે ગાઢ મિત્ર ની સાથે એકબીજાના સલાહકાર પણ હતા.. એટલે તે આસાની થી એકબીજાને પોતાના અવગુણ અને ગુણ કહી શકતા .. તારામાં આ ખામી છેં કે તારો આ ગુણ ખરાબ છેં તે હક થી