બળતા બપોરનો વહેવાર

(22)
  • 4.2k
  • 9
  • 888

"બળતા બપોરનો વહેવાર"      કચ્છની સફેદ ધરતીને લાલ કરવા  રવિ કાળઝાળ તડકો વરસાવી મથતો હોય, નેહડાની સ્ત્રીઓ પાણી માટે પાંચ-પાંચ ગાઉ હાલીને જતી હોય, જન્મભૂમિથી ટેવાયેલા છોરુઓ ખરા બપોરેય ઉઘાડા પગે નવનાગરોની રમત માંડતા હોય, ને દૂર દૂર સુધી મનેખ કે જનાવર નજરેય ન ચઢતું હોય, એવાં ખરા તડકાનું એક કૃશકાય માનવ શરીર હાલ્યું આવે છે, નેહડાની નજીક આવતા સુધીમાં તો તેને ફેર ચઢીને જીવ જવું જવું થઈ રહે છે, માંડ તે પોતાના આખરી પડાવ એવા દીકરીની ઝાંપલીયે પોહચે છે, ઝાંપલી ખોલતા ખોલતા તો એ અધમુઓ થઈ રહે છે.           છોરુને ડારો દેતી ને ઢોર-ઢાંખર ને