‘વંદના,વંદના… ક્યાં છે તું?’ શિયાળાની કડકડતી ઠંડીની એ સવારમાં લગભગ સાડા પાંચ વાગ્યે વિનીત તૈયાર થઈને વંદનાને શોધતો હતો. થોડીવારે વંદના રસોડામાંથી ચા લઈને આવી. સામે ઉભેલા વિનીતને જોગીંગના કપડામાં જોઇને થોડું હસી. ‘હસી લે… હસી લે… પણ મને ફરક નહીં પડે હો…’ વિનીતે ખુરશી પર બેસતાં કહ્યું. ‘આ લો ચા, તમે મંગાવેલા નવા કપમાં.’ વંદનાએ ચા આપી. ‘હા…હા…’ વિનીત ચા ને બદલે નવાં કપ જોઇને વધારે ખુશ થયો. ‘તો તું’ ચા ની ચૂસકી લેતાં વિનીત બોલ્યો, ‘આવે છે ને વોક માટે?’ વંદનાએ આના-કાની કરી, પણ સફળ થઇ નહીં. ઘરથી થોડે અંતરે આવેલા જોગર્સ પાર્કમાં બંને વોક લેવા માટે ઝડપી