કોણ હશે હત્યારો પાર્ટ - 5

(86)
  • 6.8k
  • 9
  • 2.8k

સલીમે નિલેશ કુમારને પાંચ દિવસનો વાયદો આપી તો દીધો પણ આ સમય બહુ ઓછો હતો. સલીમ હવે ચિંતામાં મુકાયો. તે હવે છેલ્લી આશા લઈને શ્યામ પાસે ગયો. જેલમાં પ્રવેશતા જ જેલર સાહેબ સલીમને સામા મળ્યા. તે કહેવા લાગ્યા, “કેમ સલીમ. ફરી આ બાજુ આ બાજુનો રસ્તો કેમ ભૂલી ગયા મારી વાત તે ન માનીને તું સમજતો કેમ નથી હું તારા સારા માટે કહું છું કે આ કેદીને મળવાનું બંધ કરી દે. તેના પર મર્ડરનો આરોપ છે. વળી, તેનો ગુન્હો સાબિત પણ થઈ ગયો છે.” સલીમ બોલ્યો, “આભાર જેલર સાહેબ પણ એ કેદી નથી. એ મારો જીગરજાન મિત્ર છે. અને એને નિર્દોષ તો હું સાબિત કરીને જ રહીશ. બસ આ છેલ્લી વખત શ્યામને મળવા દો.”