ટેરેસમાં વ્યગ્ર, બેચેન આંટા મારી રહેલા વિક્રમને પ્લાનિંગ માટે સમય ન આપવો તેમ લોકલ સીમ વાળો મોબાઇલ રણક્યો. ફોન કરનારી હતી લતા કાન્તા. મૂળ ઈન્ડિયન ઓરિજિનની લતા ચાર પેઢીથી મલેશિયામાં જ સ્થાયી થઇ હતી. દક્ષિણ ભારતીય પરિવારની લતાએ કોઇ ખાસ મૈત્રી વિના જ વિક્રમને આ જેસલટન હાઇટ્સવાળું એપાર્ટમેન્ટ મેળવી આપવામાં ભારે મદદ કરી હતી : ‘વિક્રમ, આ કોલ સાથે રેન્ટની બાકી રકમ માટે તને યાદ કરાવવું સારું તો નથી લાગતું, પણ આઇ એમ ડુઇંગ માય ડ્યૂટી...’