અંધારી રાતના ઓછાયા-15

(57)
  • 4.8k
  • 10
  • 1.6k

કુલદીપે શોર્ટકટ માં ઘટેલી ઘટનાની વિગત જણાવી. ઇન્દ્રનીલે પણ કમલની હત્યાની વાત કરીને કુલદીપને એક વધુ આંચકો આપ્યો. ઉતાવળ ઘણી હતી. વળી સાહેબને આ સમયે એમના વાઈફ પર થયેલા હૂમલાની વાત કરાય એમ ના લાગતાં કુલદીપ એટલું જ બોલ્યો. સાહેબ તમારી ગાડી ઝડપી સ્ટાર્ટ કરો. તમારા ઘરે જવાનું છે..! લાશોને ઠેકાણે પાડવા કરતાં તમારા ઘરે પહોંચવું અગત્યનું છે. ઇન્સ્પેક્ટર પૂરી વાત સમજે એ પહેલાં કુલદીપ બાઈક પર બેસી ગયો. અને સુધીરે બાઈક ભગાવી મૂકી. કશુંક અશુભ બનવાની શંકા જતાં ઈન્દ્રનું મન ધ્રૂજી ઉઠ્યુ. તરત જ પોલીસવાન સ્ટાર્ટ કરી પોતાના સ્ટાફ સાથે બાઈક પાછળ જ તેઓ ભાગ્યા ગિરધારી કાકાને હવે વધુ કશું જોવાની હિંમત રહી નહોતી. તેઓ દરવાજો ખોલી પોતાના ઘરમાં ભરાઈ ગયા. ચંદ્રમા ક્યારનોય નમી ગયો હતો.