પિયરિયાં

(66)
  • 5.9k
  • 5
  • 1.2k

આ વાર્તા વિષે આ વાર્તા સ્વાતિ અને મેહુલની છે. વાર્તામાં આવું કશું છે... સ્વાતિ ચૂપ થઈ ગઈ. પરંતુ, મનોમન મેહુલને સવાલો કર્યા વગર ન રહી શકી. ‘મેહુલ, આ મારાં પિયરિયાંને ઉતારી પાડવા જેવું નથી પિયરિયાં એટલે શું માત્ર મારાં માતાપિતા, ભાઈબહેન કે કાકાકાકી, મામામામી વગેરે જ લગ્ન પહેલાંની મારી આદતો, મારી મનગમતી પ્રવૃત્તિઓ, મારા રસના વિષયો... એ બધાં મારાં પિયરિયાં નહિ જે કવિઓની કવિતાઓએ મને પ્રેમ કરતાં શીખવ્યું, સપનાં જોતાં શીખવ્યું, એકલાં એકલાં મરકતાં શીખવ્યું, એકલાં એકલાં રડતાં શીખવ્યું... એ કવિઓ મારાં પિયરિયાં નહિ આજે હું જે કાંઈ છું, જેવી છું... એમાં મારાં માતાપિતા, મારા શિક્ષકોની સાથેસાથે આ કવિઓનો પણ ફાળો છે એ હું તને કેમ સમજાવું તારી પાસે એ સમજવા લાયક દિલ જ નથી તો!’ માતૃભારતીની પ્રેરણાકથા સ્પર્ધામાં પસંદગી પામેલી આ વાર્તા વાંચો અને યોગ્ય લાગે એવા પ્રતિભાવો આપો.