મોનિકા 2

(152)
  • 15.4k
  • 8
  • 10.4k

સવારે રેવાન ચા બનાવતો હતો ત્યારે મોનિકા તેની પાછળ કોયલની જેમ ટહુકી: ગુડ મોર્નિંગ દેવરજી! ઓહ! વેરી ગુડ મોર્નિંગ ભાભીજી! રેવાને ચમકીને જોયું. ભાભી ન્હાઇધોઇને ભીના વાળ સાથે કિચનમાં આવી પહોંચ્યા હતા. ખુશખુશાલ દેખાતી મોનિકાભાભી સાથે સુગંધનું વાવાઝોડું આવ્યું હોય એવું રેવાનને લાગ્યું. કિચન મહેંકી ઊઠ્યું. શું વાત છે ભાભી! બહુ જલદી ઊઠી ગયા! મને એમ કે આજે બપોરનું જમવાનું મારે બહારથી લાવીને તમને બોલાવવા પડશે! રેવાને ટીખળ કરી. હવે તમારે સવારની ચા કે બપોરના જમવાની ચિંતા છોડી દેવાની. ભાભીજી ઘર પર હૈ! મોનિકા મસ્તીમાં ઝૂમતી બોલી. સહી પકડે હૈ! કહી રેવાને તેની વાળની એક ઉડતી લટને પકડી આંખથી પાછળ કરી. તમે બેસો શાંતિથી....હું હોલમાં ચા લઇને આવું છું. મોનિકાએ વાળની લટને કાન પાછળ બરાબર રાખતા શરમાઇને કહ્યું અને પછી પૂછ્યું: પપ્પાજી કેટલા વાગે ઊઠે છે પપ્પા તો હજુ કલાક બાદ ઊઠશે. પણ પહેલી રાતવાળા ભાઇ માટે તો આજે હું પહેલી વખત કંઇ કહી શકીશ નહીં કે ક્યારે ઉઠશે! કહી રેવાન હસ્યો અને કિચનની બહાર નીકળી ગયો.