સૌરવિ ને મલય. એક સિક્કાની બે બાજુ. જબરા સમજદાર ને જ્ઞાનના ભંડાર. એકબીજાની સમજને પાછળ રાખી દે તેવા. દામ્પત્યજીવનના આદર્શો એને ધ્યાનમાં રાખીને જ કદાચ લખાયેલા હશે. સુખની જડ્ડીબુટી હાથ લાગી હોય તેમ, હમેશા હકારાત્મક વલણને વરેલા બંને હસતા જ હોય. મલય સુખી ને સમૃદ્ધ પરિવારનો સાલસ છોકરો. આધુનિક વિચારસરણી ધરાવતો જિજ્ઞાસુ યુવાન. સૌરવીને જોતા જ તેના પ્રેમમા પડી ગયો. ફક્ત સુંદરતા જ નહીં સેન્સ ઓફ હ્યુમર નો સુભગ સમન્વય એટલે સૌરવિ. નખશીખ પ્રાચીન આધુનિક. એટલે કે સંસ્કારોથી પ્રાચીન અને વિચારોથી આધુનિક. કોઈ આ જોડીની જવલ્લે જ અદેખાઈ કરી શકે. રામમિલાઇ