જિંદગીના સથવારે.... - જીંદગી ના સથવારે.....

  • 2.7k
  • 4
  • 834

સાંજના લગભગ સાતેક વાગ્યા નો ડંકો પડ્યો હશે ,ઢળતી સાંજનો સૂરજ જવાની જીદ્ પકડીને બેઠો હોય અને સામે જીદ્ નો પડકારો મારતી સઁધ્યા પણ કહેતી કે આજનો વિસામો તો અહીં જ કરવો પડશે....કદાચ સૂરજ ના જવાના વિરહ માં જ ગુસ્સામાં લાલચોળ થઈને બેઠી હોય એવૂ લાગતૂ હતૂ......શહેરનો અંતભાગ એટલે બાજૂમાં નદી પણ ખરી, એ નદી પણ સૂરજ-સઁધ્યાની મીઠી તકરાર જોઈને રાજીના રેળ થતી હોય એમ ખળખળ વહેતી હોય એમ લાગતૂ હતૂ..... એવા માં પંક્તિએ મકાન ના ઉપરના ઓરડાની બારીમાંથી આછેરી નજર પાડેલી, કોઈ પવન ના એકાદ જોંકામાં પડી જાય એવા પાતળા દેહનો કોઈ માણસ એ ઢળતી સાંજમાં