દસ પાગલ ભાગ 2

  • 3k
  • 4
  • 642

દસ પાગલ જશુરાજ પ્રકરણ ૨ વહેલી સવારે ગુલાબી ઠંડી હતી. દુર દુર સુધી સૂર્યના કોઈ સમાચાર ન હતા. હજુ આછું અંધારું હતું. ઊંઘના પુજારીઓ માટે રજાઈ ઓઢીને સુવા માટે આ મસ્ત સમય હતો. તંદુરસ્તીના સેવકો માટે આ સમય વરદાન સમાન હતો. ગુપ્તપુરના પાર્કમાં ખાસી એવી ચહલપહલ હતી. જુવાનીયા પાર્કને ફરતે દોડી રહ્યા હતાં. કેટલાંક ઘાસમાં કસરતો કરી રહ્યા હતાં. દસ-બાર લોકો એક ખૂણામાં ભેગા થઈને હાથ ઊંચા કરીને જોરજોરથી હસી રહ્યા હતાં. તેમને જોઈને લોકો વિચારતા કે આમને આટલું સુખ કઈ રીતે હોઈ શકે! એ બધામાં એક પચાસી વટાવી ચુકેલા વ્યક્તિ પણ હતાં. તેઓ