કવિતા, જેવું નામ તેવા જ ગુણ. સુંદર અને સરળ છોકરી. રૂપાળી અને ગુણવાન પણ ખરી જ, અને ચબરાક તો બહુ જ. જીંદગી પોતાની શરતો પર જીવનારી છોકરી. જે કામ માટે કોઈ નકાર કરે એ તો એને પહેલાં જ કરવું હોય. જીંદગી ને પણ એટલો જ પ્રેમ કરે અને પોતાને પણ. એ તો છે જ ને, જે પોતાને પ્રેમ કરે તે જ જિંદગી ને પ્રેમ કરી શકે ને!!!આજે એ જરા ઉદાસ હતી. આમ તો એને પોતાને જ ઉદાસ રહેવુ ના ગમે. પણ એનું મન ક્યાંય નહોતું લાગતું. એ આજે એના અહાન ને બહુ જ મિસ કરતી હતી. એ અને અહાન એક