રેડલાઇટ બંગલો ૨૨

(432)
  • 15.2k
  • 11
  • 10k

અલી, તું તો કોઇ આર્ટ ફિલ્મમાં કામ કરવાની હોય એવી રીતે ગંભીર થઇને બેઠી છે... અર્પિતાએ તેને ઉત્સાહમાં લાવવા હસીને કહ્યું. તો શું કરું કાલે તેં કહ્યું કે બે-ત્રણ છોકરીઓ કોલેજક્વીન બનવા વધારે મહેનત કરી રહી છે ત્યારની મને એ જ ચિંતા સતાવી રહી છે કે મારો બીજો નંબર પણ આવશે કે ફિયાસ્કો થશે. રચનાએ પોતાની ચિંતા જાહેર કરી દીધી. રચના, તને જોઇને તો કામદેવ પણ મોહિત થઇ જાય એમ છે. થોડી રંગમાં રહેને! રંગ જમાવીશ તો જ ધૂમ મચાવી શકીશ. અર્પિતાએ તેને પ્રોત્સાહિત કરી. પણ અર્પિ, તને કેવી રીતે ખબર પડી કે કેટલીક છોકરીઓ મોડેલિંગમાં જવા માટે જ આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે રચનાએ તેના મનમાં ઘૂમરાતો પ્રશ્ન પૂછી જ લીધો. પણ અર્પિતાએ જવાબ આપવાની જરૂર જ ના રહી. પ્રિંસિપલ રવિકુમાર આવી પહોંચ્યા હતા.