બાજીગર - 6

(208)
  • 12.1k
  • 8
  • 6.1k

બીજી તરફ કિરણ અત્યારે કોટેજમાં એકલી જ હતી. ઉટી ખાતેનું આ કોટેજ તેમણે ભાડે રાખી લીધું હતું. કિરણને માથું દુખતું હોવાથી તે અતુલ અને મંદાકિની સાથે ફરવા નહોતી ગઈ. એ કોટેજના વરંડામાં બેસીને સામેની પહાડીનું રમણીય દ્રશ્ય જોતી હતી. ‘કિરણ...’અચાનક પાછળથી એક અવાજ તેને સંભળાયો. એણે ચમકીને પીઠ ફેરવી. પછી પોતાની સામે સુધાકરને જોઇને એના ચહેરા પર અવર્ણનીય આનંદ છવાયો. એ ઝડપભેર ઉભી થઈને સુધાકરને વળગી પડી. ‘ઓહ… સુધાકર...!’ પરંતુ સુધાકરે તેને મળવામાં કોઈ ઉત્સાહ ન દર્શાવ્યો. એના મનમાં એક જ વાત ભમતી હતી. અતુલ અને કિરણ વચ્ચે અનૈતિક સંબંધો છે...!’ -‘કિરણ ચારીત્ર્યહીન છે...!’ ‘શું વાત છે ડીયર...? બહુ ઉદાસ દેખાય છે...! તારી તબિયત તો સારી છે ને ...?’