ભૂતપૂર્વ એમ.એલ.એ.રાજનારાયણ તથા વીરા વાતો કરતા બેઠા હતાં. રાજનારાયણનો ચહેરો બેહદ ગંભીર હતો. જયારે વીરાના ચહેરા પર ક્રોધમિશ્રિત ઉદાસીના હાવભાવ છવાયેલા હતા. ‘વીર...!’ રાજનારાયણે ગંભીર અવાજે કહ્યું, ‘તને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો પણ હું સાચું જ કહું છું. મારા પર આજે જ પ્રભાકરનો પત્ર આવ્યો છે. એની નોકરી અજમેરથી જયપુર ટ્રાન્સફર થઇ ગઈ છે.’ ‘જયપુર...?’ ‘હા...પરમ દિવસે તે જયપુર છાવણીમાં પહોંચી જશે. એણે પોતાની જયપુર છાવણીનું સરનામું જણાવીને મને તાબડતોબ ત્યાં પહોંચવાનું લખ્યું છે.’ ‘ઓહ... તો આનો અર્થ એ થયો કે મારે હવે એ ઠંડા પુરુષ પાસે રહેવું પડશે !’