બાજીગર - 4

(218)
  • 14k
  • 6
  • 7.5k

વિશાળગઢથી જમ્મુ જતી જમ્મુ એક્સ્પ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી. મંદાકિની, કિરણ અને અતુલ ફર્સ્ટક્લાસના એક કૂપેમાં બેઠા હતા. તેમની બાજુમાં બીજા કૂપેમાં દીપક અને પ્રવીણ બેઠા હતા. એ બંને બાજીગરના સંગઠનના ખાસ સભ્યો હતા. બાજીગરને એ બંને પર જેટલો ભરોસો હતો, એટલો બીજા કોઈ સભ્યો પર નહોતો. કહેવાની જરૂર નથી કે એ બંને બાજીગરના કહેવાથી જ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. રાતના અગિયાર વાગ્યા હતા. અતુલ વ્હીસ્કી પીવામાં મશગુલ હતો. પરંતુ સુધાકર વગર તેને જરા પણ મજા નહોતી આવતી. એ વ્હીસ્કી પીતાં પીતાં વારંવાર સુધાકરની કમી તરફ મંદાકિની અને કિરણનું ધ્યાન દોરતો હતો.