એક કદમ પ્રેમ તરફ - 1

(146)
  • 6.3k
  • 14
  • 2.5k

લંડન સિટી ની શિયાળાની સાંજે સ્નો ફોલ થઈ રહ્યો હતો. વિવાન તેના રૂમમાં વિન્ડોઝ પાસે ઉભા રહીને બહારનો નજારો જોઈ રહ્યો હતો. જો કે આ દ્રશ્ય તો તે છેલ્લા ઘણા વર્ષો થી જોતો આવ્યો છે, સ્નો ફોલ થવો એ અહીંની સામાન્ય બાબત છે. વિવાન તો કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલ છે. તે મિસ્ટર ધનરાજની વાતોને લઈને વિચારમાં છે. આખરે એવું તો શું છે કે તેના પિતા તેને ત્યાં જવાની વાત સાંભળી ને ગુસ્સે થઈ જાય છે. અને હમણાં જ તેમના બેડરૂમ પાસેથી પસાર થતી વખતે પોતે સાંભળેલી વાતો