રીસન જેક આઈલેન્ડ - ૦૮

(132)
  • 6.6k
  • 7
  • 2k

“તારી વાત સાચી છે ભાર્ગવ. પણ એવું જ છે. બ્લેક ઓપલ મેળવવાનું સપનું તો કોઈ ના જોવે તો જ નવાઈ! અને આ પહેલા પણ પીટરે ઘણાં લોકોને ફોડવાની ટ્રાય કરી જ હતી. પણ એ ફાવ્યો નહિ. અમુક લોકો પાસે માહિતી અને આવડતનો અભાવ હતો અને અમુક લોકો એ કાર્યને લાયક જ નહોતા. એટલે પછી તેનું ધ્યાન તારી અને ભવ્યા તરફ ફેલાયું. તમારા પ્રોજેક્ટનું હેન્ડલિંગ પણ એ જ કરતો હતો. ઘણાં પ્રયાસો પછી અનાયાસે જ તમને આઈલેન્ડનો સુરક્ષિત રસ્તો મળી ગયો. આઈલેન્ડના વિવિધ રીપોર્ટ ભેગા કરીને તેનો આબોહવાકીય અને ભૌગોલિક ચાર્ટ તૈયાર થયો અને તેના આધારે