આજે જયરાજ પણ મને પ્રેમ કરે છે એ જાણીને મને ઘણો જ સંતોષ મળ્યો પણ તુ મોડો પડ્યો છે જયરાજ . તારા પ્રેમ કરતા વધારે મને કાલ્પનિક જયરાજ વધુ પ્રેમ કરે છે. અને એ જયરાજને કારણે જ હું પોતાને પ્રેમ કરી શકુ છું . જયરાજને નહી મળવાનો નિર્ણય મે મારુ મન મારીને નથી લીધો. હૃદય અને મગજ વચ્ચે મહિનાઓ સુધી ચર્ચા ચાલી. જેમાં હૃદયે મગજની જ વાત માની .અને જયરાજને ન મળવું કે ન કોન્ટેક્ટ કરવો એવું પરિણામ આવ્યું . એ મારુ મારી જાત સાથેનુ સમાધાન છે. હવે મારે જયરાજ તરફથી કંઈ નથી જોઈતું .બસ હવે કોઈ પણ અપેક્ષા વગર જયરાજને પ્રેમ કર્યા કરવો છે અને અનંત કર્યા જ કરીશ .