કોલમ્બિયાડના બની જવા બાદ લોકોનો રસ હવે ગોળા ઉપર કેન્દ્રિત થઇ ગયો હતો અને એ વાહન પર પણ જેના પર બેસીને ત્રણ અદભુત સાહસિકો અવકાશમાં જવાના હતા. નવી યોજનાઓ તેના ઝડપી અમલીકરણની વિનંતી સાથે એલ્બાનીની બ્રેડ્વીલ એન્ડ કંપનીને મોકલી આપવામાં આવી. છેવટે 2જી નવેમ્બરે ગોળાનું કાસ્ટિંગ થયું અને તેને ઇસ્ટર્ન રેલવે દ્વારા તરત જ સ્ટોન્સ હિલ્સ મોકલી દેવામાં આવ્યો જ્યાં તે એ મહિનાની 10મી તારીખે કોઇપણ તકલીફ વગર પહોંચી ગયો, જ્યાં માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.