“રાધિકા કદાચ તું ભૂલી ગયી હશે પણ હું નહિ ભુલ્યો,મેં તને પ્રોમિસ આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે રહીશ,તું સાચી હોય કે ના હોય પણ હું તારી બાજુમાં રહીશ”મેહુલની આંખોમાં આંસુ આવી ગયા,સિગારેટની સાથે મેહુલ પણ અંદરથી સળગી રહ્યો હતો. “એકલા એકલા રડવાનું બકા ”પાછળ શ્રધ્ધા ઉભી હતી.મેહુલ તેને ભેટીને ડૂસકાં ભરવા લાગ્યો. “મેહુલ પ્લીઝ રડ નહિ,મને પણ રડવું આવે છે”શ્રધ્ધાની આંખો પણ ભીની થતી જતી હતી.મેહુલ કઈ બોલી શકતો ન’હતો.માત્ર રાધિકાને યાદ કરીને રડતો જતો હતો.જ્યારે કોઈ વ્યક્તિ અચાનક કોઈ કારણ વિના લાઈફમાંથી જાય છે ત્યારે તે પાછળ ઘણાબધા સવાલો પણ છોડીને જાય છે.