ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 22

(16)
  • 3.8k
  • 3
  • 1k

એજ દિવસે પૂરા અમેરિકાએ કેપ્ટન નિકોલ અને પ્રમુખ બાર્બીકેન વચ્ચે શું થયું તેના રહસ્યોદ્ઘાટન અંગે સાંભળ્યું. એ દિવસથી માઈકલ આરડન એક દિવસ પણ શાંતિથી બેસી રહ્યો નહીં. સમગ્ર દેશના વિવિધ વિભાગોએ તેને કોઇપણ પ્રકારના વિરામ કે અંત વગર હેરાન કર્યો. કેટલાબધા લોકોને એ મળ્યો જેની કોઇપણ પ્રકારે ગણના કરવી શક્ય ન હતી, તે તમામ માટે ‘મળવા જેવો માણસ’ બની ગયો હતો. આ પ્રકારનું સન્માન કોઈને પણ ઉદ્ધત બનાવી શકે છે પરંતુ તેણે પોતાની જાતને શાંતિથી સાંભળી લીધી અને પોતાને તેણે આનંદની અર્ધમદહોશીમાં મોકલી દીધો.