બાજીગર - 2

(263)
  • 18.1k
  • 8
  • 12.1k

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર મેજર નાગપાલ અત્યારે પોતાની ઓફીસરૂમમાં બેઠો બેઠો એક ફાઈલ ઉથલાવવામાં મશગુલ હતો. એના હોઠ વચ્ચે પાઈપ દબાયેલી હતી, જેમાંથી રહી રહીને કસ ખેંચતો હતો. ઇન્સ્પેકટર વામનરાવના અનહદ આગ્રહથી તેને બ્લેકમેઈલર બાજીગરનો કેસ હાથ પર લેવો પડ્યો હતો. વામનરાવના કથન મુજબ આજ સુધીમાં બાજીગર વિરુદ્ધ બ્લેકમેઈલીંગની અનેક ફરિયાદો તેને મૌખિક રીતે મળી ચુકી હતી અને હવે તેને પકડવો એકદમ જરૂરી હતો. શાંતા, રજની પરમાર તથા સમ્ફિયા ઘણા દિવસથી વિશાળગઢની બહાર ગયાં હતા. હાલમાં દિલીપ અને નાગપાલ એકલા જ હતા. તાજેતરમાં જ નાગપાલની ગેરહાજરી દરમિયાન દિલીપે બે કેસ પુરા કર્યા હતા. અલબત્ત, આ બંને કેસ એણે પ્રાઇવેટ ડિટેક્ટીવ તરીકે ઉકેલ્યા હતા.