અદભૂત ભજીયા- પકોડા

(81)
  • 6.2k
  • 12
  • 1.8k

વર્ષોથી ભજીયા નાસ્તાના શોખીન દરેક ગુજરાતીની પ્રિય વાનગી રહી છે. વરસાદ ઝરમર હોય કે મુશળધાર, ગરમાગરમ ચાની સાથે ભજીયા લગભગ દરેક ઘરમાં બનતા જ હોય છે. ચટણી સાથે પકોડા એક અદભૂત નાસ્તાની ડીશ ગણાય છે. લીલી ચટણી સિવાય ટોમેટો સોસ, ફૂદીનાની ચટણી, ચીલી ગાર્લિક સૉસ કે સીઝવાન ચટણી સાથે પીરસીને તેનો મજેદાર સ્વાદ આનંદથી માણી શકાય છે. ગરમાગરમ ચા સાથે તેનો આનંદ કંઇ ઓર જ હોય છે. સામાન્ય ભજીયા-પકોડા ખાઇને કંટાળેલા ખાવાના શોખીનોએ હવે કોઇ ખાઉધરી ગલીમાં જવાની જરૂર નથી. આપના માટે એવા અવનવા અને અદભૂત ભજીયા શોધીને લાવી છું જેની તમે કલ્પના પણ કરી નહીં હોય. આપના પરિવારને આ ભજીયા-પકોડા બનાવી સરપ્રાઇઝ આપવાનું ચૂકશો નહીં.