રીસન જેક આઈલેન્ડ - ૦૭

(142)
  • 8.3k
  • 14
  • 2.2k

ભાર્ગવે એક નજર ગુલમહોરની આવી અદભુત ગરિમા પર નાંખી ન નાંખી ને’ કઈક શોધવા આગળ વધી ગયો. ઘરની બંને બાજું રહેલી જગ્યાએથી એ ઘરની પાછળની તરફ ગયો, પરંતુ તેને જોઈતું હતું એ ના મળ્યું. એ ઘરની આગળની તરફ આવ્યો અને મહિન્દ્રા ક્લાસિક પડી હતી ત્યાં, પાર્કિંગ ઝોનમાં આવ્યો. મહિન્દ્રાનું સ્પેર વ્હીલ હજી ખુલ્લું જ પડ્યું હતું. તેને ઉઠાવ્યું અને ઘરના દરવાજાના આગળના ભાગમાં મૂકી દીધું. ફરીથી એ આંગણામાં આવ્યો અને રેલીંગ વાળો દરવાજો ખોલીને બહાર નિકળ્યો. આજે પહેલીવાર એ બહાર નીકળીને ઘરની પાછળની તરફ ગયો. ઘરની પાછળની તરફ અ