એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 15

(120)
  • 6.8k
  • 7
  • 2.9k

ચસોચસ બંધ ફ્રેંચ વિન્ડોમાંથી નજરે ચઢતો હતો દરિયો. મધરાત થઇ ચૂકી હતી, છતાં એ તો પોતાની મસ્તીમાં ચૂર હોય એમ વધુ ઉન્માદથી ગાઇ રહ્યો હતો. એ નાદ સલોનીના કાન સુધી પડઘાતો હતો. ક્યારેય ન જોયેલી, અનુભવેલી ઉપેક્ષાની ખારી લાગણી વારે વારે આંખમાં આવી વહી જતી રહી. ગુરુનામ વિરવાની આટલા નિષ્ઠુર બની શકે એવી તો પોતે સપનેય કલ્પના કરી નહોતી અને આશુતોષ... હવે એ દરવાજો તો ગણવો જ નકામો. એ તો હવે વન-વે સ્ટ્રીટ હતી !