અધુરા અરમાનો ૧૪

(36)
  • 4.4k
  • 2
  • 1.2k

સેજલ ઘેર આવી. ભોજન તૈયાર હતું પણ જમી નહીં. સુરજ, પ્રેમ, પ્રેમલગ્નન અને પોતાના વિચારમાં ને વિચારમાં એણે નીંદને વ્હાલી કરી લીધી. ઘડીકમાં જ એ સપનામાં સરી પડી. સપનાં જુએ છે તો ગંગેશ્વરની સીપું નદીમાં એ પોતાની સખીઓ સાથે નહાવા માટે ગઈ છે. સર્વે સરખી સખીઓ નદીના શીતળ સ્નાન કરી રહી છે. યુવાનીના આવેશમાં તેઓ એકમેક પર પાણી છાંટી રહી છે, મોજમસ્તી કરી રહી છે અને દોડતી રહી છે. એકાંત નદીકિનારો, શાંતિથી ધીરે ધી...રે વહેતું ચોખ્ખુચણાક પાણી. પાણી જાણે અરીસો! અને આ એકલી છોકરીઓ! એ છોકરીઓ આનંદમાં મશગૂલ બનીને સ્નાન કરે છે. બે છોકરીઓ કિનારે બેઠી બેઠી વાતે વળગી હતી: અલી કિંજલ! જોને પેલી છોકરીઓ પાણીમાં કેવી રમતના રવાડે ચડી ગઈ છે! સાંજ થવાની છે તોય ઘેર જવાનું નામ જ લેતી નથી! પણ મયુરી,એક વાત કહું કહે ને જે કહેવું હોય તે. છોકરીઓને જોતી જોતી હું બધું જ સાંભળું છું. ત્યારે સાંભળ, અત્યારે સાંજ થઈ જાય કે મધરાત વીતી જાય પરંતું યુવાન હૈયાઓએ જ્યારે યુવાનીના હિલ્લોળેલે છે ત્યારે તેમને કોઈ રોકી શકતું નથી. હૈયાના હેત જ એવા છે કે એ ભલભલા માણસને પીગાળી દે છે. ઉભરતા ઉરમાં જ્યારે લાગણીના, ઊર્મીના ઉભરા આવે છે ત્યારે માણસ બધું જ ભૂલી જાય છે. પોતાની જાતને પણ.