“એ પિશાચ અહીંનો છેલ્લો રાજા દિવાનસિંહ છે. પોતાનો વારસો જોઈતો હશે એને.” વનરાજે પોતે લાઈબ્રેરીના પુસ્તક ‘દિવાનગઢનો ઇતિહાસ’માં વાંચેલી બધી વાત કરી. “ના, એને ખજાના કરતાં તેની સાથે પડેલી એક સોનાની મુઠવાળી તલવારમાં રસ છે. કહેવાય છે કે એ તલવારથી દુનિયાની દરેક આસુરી શક્તિનો નાશ શક્ય છે અને એ જ પ્રમાણે જો એ તલવાર ખરાબ શક્તિના હાથમાં આવી જાય તો તે અજય-અમર બની જાય.” રતનસિંહે વાત કરી.