ચાલ હવે વધારે બોલવાનું રહેવા દે. બેશરમ! મારા રૂપની વાત આવે એટલે તું અટકતી જ નથી. અર્પિતાએ ચિડાવાનો અભિનય કર્યો. હું તને પોલીસની વાત કરવા આવી છું. અને એટલે જ આ દરવાજો બંધ કર્યો છે. તું કોઇ ગેરસમજ ના કરતી! રચના બોલી એટલે અર્પિતાના કાન સરવા થઇ ગયા. પોલીસની વાત કેમ શું થયું ક્યાં થયું અર્પિતાએ અજાણી થઇ તાલાવેલી બતાવી. અલી! ગઇકાલે રાત્રે બે વાગે રાજીબહેનના પેલા ગેસ્ટહાઉસવાળા બંગલા પર પોલીસની રેડ પડી.. રચનાએ ધીમા અવાજે કહ્યું. શું વાત કરે છે કેવી રીતે અર્પિતાના અવાજમાં આશ્ચર્ય હતું પણ તે મનોમન ખુશ થઇ રહી હતી. કોઇએ પોલીસને બાતમી આપી હતી કે બંગલામાં કૂટણખાનું ચાલે છે...પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. રચના કોઇ સાંભળી ના શકે એટલા ધીમા અવાજે બોલી રહી હતી. પછી શું થયું બધી છોકરીઓ પકડાઇ ગઇ કાલના પેપરમાં આવશે અર્પિતા પોતાની ફરિયાદનું પરિણામ જાણવા ઉત્સુક હતી.