એક પ્રશ્ન

(27)
  • 2.2k
  • 1
  • 481

c સર્પની ફેણ જેવો ફૂંફાડા મારતો એક પ્રશ્ન સમીરને જીવન-મરણ વચ્ચે ઝોલા કરાવે છે.એના શિરની નસોમાં ધ્રાંગ ધ્રાંગ થતો એ પ્રશ્ન એના ચેતનને હણી રહ્યો છે.છેલ્લા ચાર દિવસથી એ બધાંની જેમ રોજનું કામ કરે છે,પણ એના લોહીમાં જાણે ભૂતકાળના પિતૃઓની અધૂરી ઈચ્છા,વાસના ઉછાળા મારી રહી છે. આજે એ ઓફિસથી વહેલો આવી ગરાજમાં તીવ્રતાથી એક નાના બોક્ષને શોઘી રહ્યો છે,એ બોક્ષ એના સંતાપનું કારણ છે.એની આઠ વર્ષની દિકરી નીના નિશાળેથી આવી ડેડીને ગરાજમાં જોઈ હરખથી વળગી પડી,સમીર કેબીનેટમાં મૂકેલા ખોખાઓમાંથી બોક્ષ ખોળવામાં એવો ડૂબેલો હતો કે નીનાના સ્પર્શથી એકદમ ચોકી ગયો: કોણ છે કહી આઘો ખસી ગયો,નીનાને હડસેલો મારી દૂર કરી દીધી,નીના રડવા લાગી,અંધારી ગુફામાંથી એ બહાર આંવ્યો હોય તેમ એણે પોતાના ગરાજને જોયું,રડતી નીનાને પટાવતા કહ્યું: સોરી,મારું ધ્યાન નહોતું,તું ક્યારે આવી નીના કહે: ડેડી,તમે ડરી ગયા સમીરને કહેવું હતું , હા,મને ભ્રમણા થઈ હતી કે મારા પાપા આવ્યા એણે નીનાને માથે હાથ ફેરવતા કહ્યું : હું ય મારા પાપાને તારા જેવડો હતો ત્યારે આમ જ વળગી પડતો.