સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-5

(190)
  • 7.8k
  • 17
  • 2.6k

રાધિકા મેહુલ જોડે ભવિષ્યના શમણાં સેવવા લાગી હતી,દાદીમાએ જે રાજકુમારની વાર્તાઓ કહી હતી તે આ જ મેહુલ કોઈ ઘોડી પર તેને લેવા આવે છે અને સૌની વચ્ચે ઊંચકીને તેને બેસારી દૂર નીકળી જાય છે,તેવો આભાસ થાય છે.ઘરે પહોંચીને પણ તેને ચૅન નહિ પડતું,ક્યારે સવાર થાય અને કયારે મેહુલને જુએ એ જ વિચારોમાં રાધિકા બધા જ કામમાં ભૂલ કરે છે. રાધિકાના મમ્મી ફ્રિજમાંથી વસ્તુ મંગાવે છે તો રાધિકા ડ્રોવરમાંથી મસાલાઓ આપે છે. ટીવી શરૂ કરવા કહે તો એ.સી.શરૂ કરે છે અને ગૅસ બંધ કરવાનું કહે છે તો તે બટન વિરુદ્ધ દિશામાં ધીમું કરે છે.