દુશ્મનને થાપ આપનાર વીર જવાનની ગાથા

(84)
  • 6.1k
  • 16
  • 775

ભારતની સેનામાં ફ્લાઇંગ ઓફિસર તરીકે ૫૦ થી વધુ વર્ષો સુધી સેવા આપી નિવૃત્ત થનાર એક એવા જવાનની આ વણકહી ગાથા છે જેમણે ૧૯૬૫ ના ભારત-પાક યુધ્ધ વખતે પાકિસ્તાનની ચુંગાલમાંથી પોતાનો જીવ બચાવ્યો હતો. અને પછી પોતાનું જીવન દેશની સેનાને સમર્પિત કર્યું હતું. એ હતા પારસી ફિરોઝ ચિનોય. માત્ર ૨૦ વર્ષની ઉંમરે તેમણે પાકિસ્તાનની ચુંગાલમાંથી કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો તેની વાત જાણીને તમારા રુંવાડા ઊભા થઇ જશે અને તમે તેમની દેશભાવનાને સલામ કરશો.