એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 13

(124)
  • 6.5k
  • 4
  • 2.8k

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇ-વે પર સલોનીની હોન્ડા સિટી જાણે ટેસ્ટડ્રાઇવ પર હોય એમ એના સ્પીડોમીટરમાં એકસોવીસનો આંક વારંવાર ફ્લેશ થતો રહ્યો. મગજમાં ઊમટેલું ચક્રવાત પોતાને ક્યાં, કઇ દિશામાં ફંગોળવા માંગતું હતું વિચારોના અડાબીડ જંગલમાં સલોની એવી ભૂલી પડી ગઇ હતી કે જાણે એમાંથી બહાર નીકળતાં એના પગ અજાણતાં જ એક્સિલેટર પર પ્રેશર વધારતા જતા હતા. કોનાથી ભાગવાનું ક્યાં સુધી ભાગવાનું સલોનીના મનાં આ બે પ્રશ્ર્ન વારંવાર ઊઠતા-પરિસ્થિતિથી, આસપાસ્ના લોકોથી, અમાહોલથી દૂર ભાગવું હતું કે પોતાની જાતથી જ એ દૂર ભાગી જવા માંગતી હતી