‘મેં તને જે કંઈ કહ્યું છે એ તો તું બરાબર સમજી ગયો છે ને ’ નાગપાલે પૂછ્યું. ‘હા...’ દિલીપે જવાબ આપ્યો. ‘એ રિવોલ્વરનું શું કરવું એ હજુ સુધી હું નક્કી નથી કરી શક્યો.’ નાગપાલ બોલ્યો, ‘સંતોષકુમારના ટેબલમાંથી મળેલી આ રિવોલ્વરે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે. આપણા માટે તો આ બનાવ નોંધવા લાયક છે એટલે મેં આ ટૂંકસાર લખીને શશીકાંત, બિહારી અને બિંદુ...! આ ત્રણેયની ફાઈલમાં તેની એક એક નકલ મૂકી દીધી છે અને આ તેની રફ કૉપી છે.’ એણે દિલીપ સામે એક કાગળ લંબાવ્યો, ‘આના પર તું નજર ફેરવી લે.’