સાડા સાત મિનિટ

(59)
  • 4k
  • 7
  • 1.2k

“કવિ...કવિ...” કહીને તેની મમ્મી બુમો પાડવા લાગી. પ્રણયે અને તેની પત્નીએ તે તરફ જોયું. કવિની આંખો ચકરાવો લેતી હતી અને તેણે તેની ડોક છોડી દીધી હતી. તેની ડોક આમતેમ ઝોલા ખાતી હતી. આ બધું અચાનક જ બન્યું હતું. ઘરમાં અચાનક જ અશાંતિ અને ક્ષોભનું વાતાવરણ સર્જાવા લાગ્યું. “કવિ...કવિ...શું થયું બેટા. ઉઠ...” કવિની મમ્મી અને કાકી બુમો પાડવા લાગ્યાં.પ્રણયને તો કાઈ સુઝતું જ નહોતું કે આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું. તે ઉભો થઇ આમતેમ આંટા મારવા લાગ્યો. “પાણી લાવો...પ્રણયભાઈ પાણી...” કવિની મમ્મી બોલી અને પ્રણય તરત જ રસોડા તરફ દોડ્યો અને ગ્લાસભરી પાણી લઇ આવ્યો. પ્રણયની મમ્મીના આંખમાંથી આંસુ સરવાના ચાલુ થયાં. પ્રણયની પત્નીએ હળવેકથી તેના ગાલ પર “કવિ...કવિ...” કહીને થાપો મારવાની ચાલુ કરી. કવિની મમ્મીએ તેના મોં પર પાણી છાંટ્યું પણ તેને કાઈ અસર જ ન થઇ. તેની આંખો હજુ ભમે જતે હતી. બધાં જ ગભરાઈ ગયા. “પ્રણય...હવે...” પ્રણયની પત્ની ગભરાયેલાં અવાજે બોલી. તે વધુ ગભરાઈ હતી કારણકે કવિ તેની પાસે હતી અને આ બધું થયું. ‘પ્રણય...તમે ડોક્ટર પાસે જાઓ...પ્લીઝ...પ્લીઝ” તે રોતા અવાજે ફરીથી બોલી. “હા...હા. ડોક્ટર પાસે. ચાલો ડોક્ટર પાસે” પ્રણય અચાનક બોલ્યો અને બાઈકની ચાવી શોધવા લાગ્યો.