પુલાવ અને બિરિયાની માટે બાસમતી ચોખા વપરાય. જોકે દક્ષિણની વાનગીઓમાં બાસમતી ચોખા વપરાતા નથી. સામાન્ય રીતે આપણે ઘરે પંજાબી સ્ટાઈલના પુલાવ-બિરિયાની બનાવતા હોઈએ છીએ. પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરિયાનીની સરખામણીમાં હાંડી બિરિયાની ક્યારેય પણ વધુ જ ચઢિયાતી ગણાય છે, ત્યારે તેમાં કેટલું વૈવિધ્ય લાવી શકાય તેવી વાનગીઓ જોઈશું. અમે આપના માટે ભાત ભાતના પુલાવ અને બિરિયાની શોધીને લાવ્યા છે. તે ઘરે બનાવશો તો હોટલમાં જવાનું મન થશે નહીં.