વેવિશાળ - 35

(110)
  • 11.5k
  • 2
  • 6.7k

ઘોડી પરથી ફલાંગ મારીને ઊતરતા સુખલાલને સુશીલાએ પરસાળની કિનાર પરથી જોયો. કમ્મરે એણે દુપટ્ટો કસકસેલ હતો, ને ધૂળથી બચવા માટે મોં ફરતી બુકાની બાંધેલ હતી. એના માથા પર મુંબઈની ટોપીને બદલે આંટી પાડીને બાંધેલી સફેદ પાઘડી હતી. ઘોડીની સરક પકડીને એ ડેલીમાં દાખલ થયો, ત્યારે મોં પરની બુકાની ઉતારી નાખી હતી. ભરેલું ગોળ મોઢું આંટિયાળી નાની પાઘડીએ વધુ શોભતું હતું. એણે જોયાં—પોતાનાં ત્રણ નાનાં ભાંડરડાં: પરસાળની કિનાર પર બેસીને ત્રણે દાતણ કરે છે. સૌથી નાનેરી પોટીને દાંતે દાતણનો કૂચડો ઘસતા સુશીલાના હાથ દેખાયા, આંગળાં નજરે પડ્યાં, ને ખુશાલભાઈના શબ્દોનો પડઘો ગુંજયો: ‘હાડેતી છે, હો સુખલાલ! લાગે છે તો ટકાઉ રાચ.’