વેવિશાળ - 34

(101)
  • 10.4k
  • 3
  • 6.3k

“ભાભી!” સુશીલાના પિતાનો સાદ સંધ્યાના અંધકારમાં ફાટી ગયો. મોટાભાઈનો ‘રોકાઈ જાઓ’ એવો તાર મળ્યો એટલે એ તેજપુર ટપાલ વાંચવા ગયેલો. ત્યાંથી પાછા સાંજે થોરવાડ આવીને એણે ‘ભાભી ભાભી’ના પોકાર પાડતાં ઘર શોધ્યું. ભાભુ તે વખતે ઓરડાના અંધકારમાં એક નાનું આસનિયું પાથરીને બેઠાં હતાં. એમણે દિયરના બોલ સાંભળ્યા, પણ જવાબ દીધો નહીં. “સુશીલા! સુશીલા!” પિતાએ બેબાકળી બૂમ પાડી: “ભાભુ ક્યાં છે?” “સામાયક કરવા બેઠેલ છે.” “કેટલીક વાર બાકી છે?”