વેવિશાળ - 33

(107)
  • 10.3k
  • 3
  • 5.9k

ખુશાલના ગયા પછી થોડી વાર સુધી આ બેઉની સમાધિ ચાલુ જ રહી. સમાધિ જ્યારે છૂટી શકી ત્યારે ચંપક શેઠે દુભાતે સ્વરે કહ્યું: “ગઠિયા—કાઠિયાવાડમાંથી આવા બધા ગઠિયા જ આંહીં મુંબઈમાં ભરાણા છે. પોલીસને આ ગઠિયા જુગારમાંથી ઊભે ગળે ખવરાવે, ને આબરૂદારોની આબરૂ પાડતા ફાટ્યા ફરે.” “આપણા કામને એની કશી અસર થતી નથી.” “ના, મેં તો ઊલટાનું એને આવીને લઈ જવાનું કહેલું પણ આ તો તેમની નાણાં કઢાવવાની રીત છે. મૂળ આ આવેલો લાંચ ખાવા.”