વેવિશાળ - 27

(100)
  • 10.5k
  • 1
  • 6.3k

“ઘરની રસોઈ ગમે તેવી મીઠી થાય, પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં જ છીપે છે, નહીં?” નાના શેઠ ખાતાં ખાતાં ભારી લિજ્જતથી પૂછવા લાગ્યા. “મને બહુ અનુભવ નથી.” સુખલાલનો જવાબ ઠંડોગાર હતો. એને આ માણસ વધુ ને વધુ બેવકૂફ લાગતો ગયો પણ કોણ જાણે કેમ, એ માણસનો ચહેરો એ માણસની બધી બેવકૂફીને માફ કરવા લાયક બનાવી દેતો હતો. નાસ્તો ખાતો ખાતો સુખલાલ એ ચહેરામાં જ મશગૂલ હતો. આ ચહેરાની સાથે સુશીલાના ચહેરાને સરખાવીને એ સુશીલાના મોંની એક સો ને એક ખાંપણો એકઠી કરતો હતો, ને મનમાં મનમાં દાઝે બળી દાંત ભીંસતો હતો કે, સુશીલાને કોણ રૂપાળી કહી શકે? મારી તો ભૂખરાતેય એને રૂપાળી કહેવા તૈયાર નથી.