વેવિશાળ - 15

(116)
  • 12.2k
  • 4
  • 7.7k

બંગલીનો વાર્તાલાપ વધુ સાંભળવાની હિંમત હારી જઈને સુશીલા ત્યાંથી સરી ગઈ. એના કાને ભાભુ અને સસરા વચ્ચેની વાતચીતના શબ્દો પડ્યા: ભાભુ: થોડા દા’ડા એમને દેશનાં હવાપાણીમાં તેડી જાવ તો નહીં સારું? સસરા: હું તો એને પગે પડું છું, પણ એ નથી માનતો. કહે છે કે મરવાનું હશે તોય મુંબઈમાં જ મરીશ જીવવા સારુ દેશ નથી જોવો. ભાભુ: મરે શા સારુ બચાડા જીવ? સો વરસના થાયની! આ તો એમ કે મુંબઈનાં હવાપાણી મોળાં ખરાં ને!