વેવિશાળ - 10

(116)
  • 14.2k
  • 2
  • 9k

એ આખો દિવસ ‘વેવાઈ’ જમવા કે ચા પીવા ન આવ્યા. રાત્રીએ ચાદર, દાતણ વગેરે ચીજો આપીને પાછા વળેલા શોફરને સવારે સુશીલાએ ભાભુની સમક્ષ ઉપર બોલાવ્યો હતો, ત્યારે શોફરે સુખલાલના પિતાના બધા સમાચાર આપ્યા હતા. સુશીલાએ જાણે કે ભાભુની વતી જ પ્રશ્ન કર્યો: “કાંઈ બોલ્યા હતા મહેમાન?” શોફર અહમદે મરક મરક કરતે કહ્યું: “દૂસરા કુછ નહીં, બસ ઇતના જ: અરે દીકરી! વાહ રે, મારી દીકરી! એસા કહ કર ક્યા બહુત ખુશ હોતા થા કિ ક્યા બહુત રંજ કરતા થા, કુછ માલૂમ નહીં પડા.”