કુરબાનીની કથાઓ - 12

(15)
  • 4.4k
  • 3
  • 1.9k

કુંતી : તું કોણ છે, તાત? આંહીં શું કરે છે? કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ: અધિરથ સારથિનો હું પુત્ર: ને રાધા મારી જનેતા. બોલો, માડી! કોણ છો તમે? કુંતી : બેટા! હું એ જ, કે જેણે મારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું. કર્ણ : કાંઈ સમજાયું નહિ, માતા! તો યે તમારી આંખોનાં કિરણો અડયે મારું યોદ્ધાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફનો પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે. બોલો, બોલો, હે અપરિચિતા! મારા જન્મની એવી કઈ રહસ્ય-ગાંઠ તમારી સાથે બંધાયેલી છે?