જેલ-ઑફિસની બારી - 12

  • 2.6k
  • 1
  • 707

બેભાન ખોળિયા ઉપર ફટકાનાં પ્રહારઃ આપણા કારાગારની કેવી અનિર્વચનીય અને અજોડ એ શિક્ષા છે! તમારો મત ગમે તે હો, ભાઈ નં. ૪૦૪૦, પણ ફાંસીની સજામાં એ નવીનતા તો નથી જ. આની તો ખૂબી જ ન્યારી છે. આનું તો દૃશ્ય જ રોમન સંસ્કૃતિના જાહોજલાલી કાળના પેલા ગુલામોના તમાશાને ય ઝાંખપમાં નાખે તેવું છે.